Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જંબુસરમાં ધૂળેટી પર્વની અનોખી પરંપરા સાથે ઉજવણી

ભરૂચ : જંબુસરમાં ધૂળેટી પર્વની અનોખી પરંપરા સાથે ઉજવણી
X

ભરુચ જિલ્લાના

જંબુસર ખાતે હોળી અને ધૂળેટીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે પૂર્વજોની

જેમ પરંપરાગત ઇલ્લાજીનું પૂતળું બનાવી સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે.

જંબુસરના પટેલ ખડકી

વિસ્તારમાં દશકોથી પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. અહી પરંપરા છે

જેમાં હોળીના દિવસે ઇલ્લાજીનું પૂતળું બનાવવામાં આવે છે. ઇલ્લાજીના આ પૂતળાને

ધૂળેટીના દિવસે સવારે સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય કરવામાં આવે છે. આ એક

લોક વાયકા સમાન કથા છે. લોકોનું માનવું છે કે, વર્ષોથી તેમની

પેઢીઓ આવી રીતે ઉજવણી કરતી હતી. અને આ પરંપરા જીવંત રહે અને સંસ્કૃતિ સચવાઈ રહે તે

માટે યુવાનો ઘ્વારા ઉજવણી કરવામાં આવે છે.

એક લોક વાયકા એમ પણ

છે કે, ઇલ્લાજી હોલિકાનો પ્રેમી હતો અને હોલિકા દહન બાદ

ઇલ્લાજી ભાવવિભોર થયો હતો અને તે હોળીની રાખૉડીમાં રમ્યો હતો જેથી ધૂળેટીનો તહેવાર

ઉજવાય છે. દશકોથી ચાલતી આ

પરંપરામાં ઉમંગભેર જે લોકો જોડાય છે તેમનું સ્વાસ્થ્ય આખું વર્ષ તંદુરસ્ત રહે છે

તેવું લોકોનું માનવું છે.

Next Story