Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જ્યોતિરાવ ફુલેની પુણ્યતિથિ નિમિતે મૂળ નિવાસી સંઘ દ્વ્રારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

ભરૂચ : જ્યોતિરાવ ફુલેની પુણ્યતિથિ નિમિતે મૂળ નિવાસી સંઘ દ્વ્રારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
X

ભરૂચ

જિલ્લા મૂળ નિવાસી સંઘ દ્વ્રારા સેવાશ્રમ રોડ સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે જ્યોતિરાવ ફુલેની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ

કરવામાં આવી હતી.

જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ ઉત્પન્ન કરવા ઇ.સ. 1857માં તેમણે સ્ત્રી શિક્ષણ માટે પુણેમાં કન્યાશાળા અને દલિત વર્ગોના બાળકો માટે શાળાની શરૂઆત કરી હતી. તેમણે ઇ.સ. 1873માં સત્યશોધક સમાજની સ્થાપના પણ કરી હતી. ઉપરાંત તેમણે દલિત વર્ગોના ઉદ્ધાર કાર્ય પણ હાથ ધર્યા હતા.

દેશની આવી મહાન વિભૂતિના કાર્યને મૂળ નિવાસી સમાજ દ્વ્રારા બિરદાવવા માટે ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે જ્યોતિરાવ ફુલેની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મૂળ નિવાસી સંઘના પ્રમુખ પરેશ મહેતા સહિત મોટી સંખ્યામાં મૂળ નિવાસી સમાજના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story