Connect Gujarat
Featured

ભરૂચ : ધી મુસ્લિમ મેરેજ બ્યુરો એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, વાગરા દ્વારા યોજાયો સમૂહ લગ્નોત્સવ, સરકારની ગાઈડલાઇનનું કરાયું પાલન

ભરૂચ : ધી મુસ્લિમ મેરેજ બ્યુરો એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, વાગરા દ્વારા યોજાયો સમૂહ લગ્નોત્સવ, સરકારની ગાઈડલાઇનનું કરાયું પાલન
X

દર વર્ષે જરૂરિયાતમંદ પરિવારોના યુવક-યુવતીઓના સાંસારિક જીવન માટે યોજાતો સમૂહ લગ્નોત્સવ ભરૂચ જિલ્લાના વાગરા ખાતે વર્તમાન પરિસ્થિતિમાં સરકારની ગાઈડલાઇન મુજબ સંપન્ન થયો હતો. જોકે કોરોના મહામારી વચ્ચે લગ્નોત્સવ સાદગીપૂર્ણ રીતે યોજાયો હતો.

ધી મુસ્લિમ મેરેજ બ્યુરો એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, વાગરા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વસ્તી ખંડાલી ગામના પૂર્વ સરપંચ હાફેજી ઇસ્માઇલ દ્વારા સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન કરાયું હતું. જેમાં મુસ્લિમ સમાજના 10 નવયુગલોના નિકાહ યોજાયા હતા.

આ પ્રસંગે બન્ને પક્ષના માત્ર 5-5 સભ્યો જ હાજર રહ્યા હતાં. જેમાં સરકારની ગાઇડલાઈનના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. સાંસારિક જીવનમાં ડગલાં માંડનાર તમામ યુગલોને કરિયાવરમાં પલંગ, તિજોરી સહિતના ઘરવખરી સામાનનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોઈ પણ જાતના ભેદભાવ વિના દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. કોરોના મહમારી વચ્ચે પણ આ પ્રસંગના આયોજનથી 10 જેટલા નવયુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા.

Next Story