Connect Gujarat
ગુજરાત

ભરૂચ: મેહસૂલ કર્મચારીઓ દ્વારા આંદોલન, પડતર માંગણીઓ મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ

ભરૂચ: મેહસૂલ કર્મચારીઓ દ્વારા આંદોલન, પડતર માંગણીઓ મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ
X

રાજ્યભરમાં

મહેસૂલ કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ કરવામાં આવી

રહી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના મેહસૂલ કર્મચારીઓ પર આ હડતાલમાં જોડાયા હતા

અને કલેક્ટર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું.

ભરૂચના

મહેસુલી કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દત માટેની હડતાળ પર ઉતર્યા છે. વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. સમગ્ર ગુજરાતના મહેસુલ કર્મચારીઓ સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં ફરીથી અચોકસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે.

ખાસ કરીને નાયબ મામલતદારને મામલતદાર તરીકે પ્રમોશન, રેવન્યુ તલાટીને પંચાયત

તલાટીમાં મર્જ કરવા, કારકુનમાંથી નાયબ મામલતદાર તરીકે

પ્રમોશન આપવા સહિતની તમામ પડતર માંગણીઓ બાબતે અગાઉ સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

પરંતુ સરકાર દ્વારા આ એકપણ માંગણી નહીં સ્વીકારાતા કર્મચારીઓ ફરી વખત આંદોલનના

માર્ગે છે.

ભરૂચ

જિલ્લામાં ફરજ બજવતા તમામ મહેસુલી કર્મચારીઓ આંદોલનમાં જોડાયા હતા. કર્મચારીઓ દ્વારા શક્તિનાથ સર્કલથી રેલી કાઢી કલેકટર

ઓફિસે પહોંચી કલેકટર કલેક્ટર કચેરીના પટાંગણમાં ધરણા કાર્યક્રમ યોજી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

Next Story