Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ઝઘડીયા GIDCની કંપનીમાં થયેલ લાખોના માલમત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો, 2 ઈસમો ઝડપાયા

ભરૂચ : ઝઘડીયા GIDCની કંપનીમાં થયેલ લાખોના માલમત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો, 2 ઈસમો ઝડપાયા
X

ભરૂચ જિલ્લાની ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ કે.એલ.જી કંપનીના કંપાઉન્ડમાંથી રૂપિયા 1,04,000/-ની માલમાતાનો ચોરી થઈ હતી, ત્યારે ઝઘડીયા પોલીસે ચોરીનો ભેદ ઉકેલી 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલી કે.એલ.જી. ઓર્ગેનિક લિમિટેડ કંપનનીનો નવો પ્લાન્ટ બનાવાનો હોય તેના કંપાઉન્ડમાં લોખંડનો સરસામાન ફેબ્રિકેશન માટે મુકવામાં આવ્યો હતો. ગત તા. 12/4/21ના રોજ રાત્રીના અરસામાં લોખંડનો ફેબ્રિકેશનનો સામાન, લોખંડની ચેનલ/બીમ/એગલના અલગ અલગ પાર્ટ મળી કુલ 22 પાર્ટ જેનું વજન 2000 કિલો અને કિંમત રૂપીયા 1,04,000/- જે કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગએલ હતા. જેની ફરિયાદ તા. 13/4/21ના રોજ ઝઘડીયા પોલીસ મથકે નોંધાઈ હતી, આ બાબતે ઝઘડીયા પોલીસે ગુનાની ઝીણવટભરી તપાસ કરતા પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે (1) રંડેરીના રહેવાસી સરમુખ વસાવા, (2) રોહિત વસાવા રૂપિયા 1 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જેઓની વધુ પુછપરછ કરતા ચોરીના ગુનામાં સંડોવાયેલા અને પોલીસ પકડથી દૂર રંડેરી ગામના રહેવાસી (1) ધમેશ ઉફે લાલુ વસાવા, (2) રવિન્દ્ર ઉફે સુનીલ વસાવા, (3) સુનીલ વસાવા ને ઝડપી પાડવા ઝઘડીયા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે હાલ તો ઝડપાયેલ બન્ને ઈસમો વિરૂધ્ધ ઝઘડીયા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story