New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/13175620/rIr5HeOy.jpg)
સંસદના બંને ગૃહોમાં નાગરિકત્વ બીલ પસાર થયું એ બિલના વિરોધમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં ભારે નારાજગી સાથે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. જેના વિરોધના ભાગરૂપે ઠેર ઠેર દેશભરમાં મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા દેખાવો યોજી વિરોધ વ્યક્ત કરાઇ રહ્યો છે.
જે અંતર્ગત શુક્રવારના રોજ ભરૂચનાં પરિએજ તેમજ સીતપોણ ગામોમાં મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા મસ્જિદોની બહાર હાથમાં પ્લે કાર્ડ દર્શાવી અને નાગરિકત્વ બિલને રદ કરવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કરાયો હતો. જુમ્માની નમાઝ બાદ સીતપોણ તેમજ પરિએજ ગામના મુસ્લિમોએ સ્વયંભૂ એકત્ર થઇ નાગરિકત્વ બિલનો સખ્ત વિરોધ કરી સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.