ભરૂચ : નેત્રંગ ખાતે ટેમ્પામાં ઘરવખરીના સામાનની આડમાં સંતાડીને લવાતો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો

New Update
ભરૂચ : નેત્રંગ ખાતે ટેમ્પામાં ઘરવખરીના સામાનની આડમાં સંતાડીને લવાતો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિજીલીન્સ પોલીસના દરોડામાં ટેમ્પામાં ઘરવખરીના સામાનમાં સંતાડીને વિદેશી દારૂની હેરાફેરીનો પદૉફાશ થતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

મળતી માહિતી અનુસાર, નેત્રંગના ચાર રસ્તા ઉપરથી સફેદ રંગના અશોક લેલન્ડ ટેમ્પા નં. જીજે ૦૧ એચટી ૦૮૦૨માં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી વિજીલીન્સ પોલીસને મળતા પુરતા પોલીસે બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા હતા, જેમાં નેત્રંગ ચાર રસ્તા ઉપર ટેમ્પો  જણાઈ  આવતા  તેને થોભાવી તેમાં તપાસ કરતા ઘરવખરીનો સામાન નજરે પડ્યો હતો, પરંતુ વિજીલીન્સ પોલીસે ટેમ્પા ઉપરના ભાગે ચઢી તપાસણી કરતાં મોટા જથ્થામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

દારૂ પકડાયાની ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા નેત્રંગ ચાર રસ્તા ઉપર લોકટોળા ઉમટી પડતા ટેમ્પાને તાત્કાલિક નેત્રંગ પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. જેમાં વિદેશી દારૂની પેટી ૬૧ નંગ જેની કિંમત રૂપિયા ૩.૨૬.૪૦૦, ૨ નંગ મોબાઈલ, રોકડ રકમ રૂપિયા ૫૩૨૦, અશોક લેલન્ડ ટેમ્પો જેની કિંમત રૂપિયા ૪.૨૫.૦૦૦ અને ઘર વકરીનો સામાન કિમત રૂપિયા ૩૫૦૦ સહિત કુલ ૭.૬૩.૭૨૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો, જ્યારે મોટા જથ્થામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં રંગે હાથ ઝડપાયેલા મહારાષ્ટ્રના રહેવાસી પ્રતાપસિંહ રાવત અને દીનેસીંગ રાવતને દબોચી જેલ ભેગા કરી દીધા હતા, જ્યારે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અને અંકલેશ્વર ખાતે રહેતા રમણ ગુજૅર સહિત દારૂ લેવા આવનાર અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.  નેત્રંગ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories