/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/16121217/hj.jpg)
ભરૂચ નગરપાલિકાએ શહેરી વિસ્તારમાં આવેલાં તમામ સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા મારવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે.
ભરૂચના શહેરી વિસ્તારમાં આવેલાં રસ્તાઓ પર વાહનોની ગતિને અંકુશમાં રાખવા માટે ઠેર ઠેર સ્પીડબ્રેકર બનાવવામાં આવ્યાં છે અને તેના પર સફેદ પટ્ટા પર મારવામાં આવ્યાં હતાં પણ સફેદ પટ્ટા ભુંસાઇ જતાં રાત્રિના સમયે વાહનચાલકોને સ્પીડબ્રેકરનો ખ્યાલ રહેતો ન હોવાથી વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહયાં હતાં. સ્પીડબ્રેકરના કારણે થતાં અકસ્માતો રોકવા આખરે નગરપાલિકા તંત્ર એકશનમાં આવ્યું છે. પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાળા અને મુખ્ય અધિકારી સંજય સોનીની સુચનાથી શહેરના તમામ રસ્તાઓ પર આવેલાં સ્પીડબ્રેકરને સફેદ પટ્ટા મારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સોમવારે સવારથી નગરપાલિકાની ટીમોએ કામગીરી આરંભી હતી. કલેકટર કચેરી, સેવાશ્રમ રોડ, જિલ્લા ન્યાયસંકુલ સહિતના વિસ્તારોમાં હાલ કામગીરી ચાલી રહી છે. સ્પીડબ્રેકર ઉપર સફેદ પટ્ટા મારી દેવાના કારણે રાત્રિના સમયે પણ વાહનચાલકો સ્પીડબ્રેકર જોઇ શકશે અને તેમનું વાહન ધીમું પાડી અકસ્માતનો ભોગ બનતાં અટકી જશે. નગરપાલિકાની કામગીરી સરાહનીય છે પણ આવી વ્યવસ્થા કાયમી રહે તે પણ એટલું જ જરૂરી છે.