Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જિલ્લામાં આતંકવાદના ઓછાયા, કથિત આતંકી જાફરઅલીનું ખુલ્યું જંબુસર કનેકશન

ભરૂચ : જિલ્લામાં આતંકવાદના ઓછાયા, કથિત આતંકી જાફરઅલીનું ખુલ્યું જંબુસર કનેકશન
X

વડોદરામાંથી

ઝડપાયેલાં આઇએસઆઇએસના કથિત આતંકી જાફરઅલીનું ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેનું કનેકશન

બહાર આવ્યું છે. તેણે જંબુસરના ચાર યુવાનોનું બ્રેઇનવોશ કર્યું હોવાની વિગતો બહાર

આવી છે.

મુળ

તામિલનાડુના છ યુવાનોની ગેંગ આતંકવાદી કૃત્યને અંજામ આપવા માટેના મિશન પર નીકળી

હતી પણ પોલીસે તેમના મનસુબાઓ પણ પાણી ફેરવી દીધું છે. છ સભ્યોની ગેંગનો એક કથિત

આતંકી જાફરઅલી વડોદરાના ગોરવા વિસ્તારમાંથી ઝડપાયો છે. વડોદરા પોલીસ અને એટીએસની

ટીમે જાફરઅલીને ગોરવાના મધુનગર વિસ્તારની ખોલીમાંથી દબોચી લીધો હતો. તેની પાસેથી

એક ઓટોમેટીક પિસ્તોલ પણ કબજે લેવામાં આવી છે.

કથિત આતંકી

જાફરઅલી 26મી

ડીસેમ્બરથી વડોદરામાં રહેતો હતો અને તે ઇજતેમા દરમિયાન જંબુસરના સ્થાનિક યુવાનના

સંપર્કમાં આવ્યો હતો. તે વાયા જંબુસર થઇને વડોદરા પહોંચ્યો હતો અને આ દરમિયાન તેણે

જંબુસરના ચાર જેટલા યુવાનોનું બ્રેઇનવોશ કર્યું હોવાની વિગતો બહાર આવી છે પણ પોલીસ

અધિકારીઓ આ બાબતે સત્તાવાર રીતે કઇ પણ કહેવાનો ઇન્કાર કરી રહયાં છે. સરકારે સીમી

પર પ્રતિબંધ મુકી દીધાં બાદ કટ્ટરપંથીઓ વિવિધ નામોથી સંગઠનો ઉભા કરવાની ફિરાકમાં

છે. અમદાવાદના શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટમાં આઇએમ એટલે કે ઇન્ડીયન મુજાહીદીન નામના

સંગઠનની સંડોવણી બહાર આવી હતી. મુળ તામિલનાડુનો વતની જાફરઅલી ગુજરાતમાં રહીને

સિમિના નવા અવતાર PFI નું માળખું

તૈયાર કરવાની ફિરાકમાં હતો. જાફરઅલીને મદદ કરનારાઓની પણ ગુપ્તચર એજન્સીઓએ તપાસ શરૂ

કરી દીધી છે.

Next Story