Connect Gujarat
Featured

ભરૂચ : જિલ્લામાં એક લાખમાંથી માત્ર 30 હજાર વિધવા બહેનોને મળી સહાય, જુઓ શું કહયું પુર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ

ભરૂચ : જિલ્લામાં એક લાખમાંથી માત્ર 30 હજાર વિધવા બહેનોને મળી સહાય, જુઓ શું કહયું પુર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ
X

ભરૂચ - નર્મદા જીલ્લા હિતરક્ષક સમિતિના પ્રયાસોથી ભરૂચ જીલ્લામાં ૩૦,૦૦૦ અને રાજયમાં અંદાજે ૮ લાખ વિધવા મહેનોને સહાયનો લાભ મળ્યો છે. હવે સમિતિ વિધવા બહેનોને રૂપિયા ૩૦૦૦ થી પ૪૦૦ સાફી મળે તેવી માંગને બુલંદ બનાવશે તેવી જાહેરાત પુર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ કરી છે..

ભરૂચ અને નર્મદા જીલ્લા હિતરક્ષક સામતિએ પુર્વમંત્રી ખુમાણસિંહ વાંસિયાની આગેવાનીમાં રાજ્યની વિધવા મહિલાઓને સરળતાથી રાજ્ય સરકારની વિધવા સહાય યોજનાના લાભ મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા.રાજ્યમાં સૌથી મોટું વિધવા મહિલા સંમેલન બોલાવી તેમાં વિવિધ માંગણીઓ સાથેના ઠરાવો કરી રાજ્ય સરકારને મોકલાવ્યા હતાં. જેના ફળસ્વરૂપે રાજ્ય સરકારે હકારાતમક અભિગમ અપનાવી યોજનાને સરળ બનાવી હતી.પરિણામે ભરૂચ જીલ્લાની ૩૦,૦૦૦ અને રાજ્યની ૮ લાખ જેટલી વિધવા મહિલાઓને સહાયના લાભ મળ્યા હતા.લોકડાઉન દરમ્યાન વધારાના રૂપિયા ૧ હજારની સહાય પણ મળી હતી.
વિધવા મહિલાઓ હવે જાતે મામલતદાર કચેરીમાં જઈ ફોર્મ ભરે છે.પરંતુ હજી વિધવા સહાય યોજનામાં કુટુંબની આવક મર્યાદા અંતરાયરૂપ બને છે.જેના કારણે હજીપણ વિધવા બહેનો સહાયથી વંચિત છે.ભરૂચ જીલ્લાના ૯ તાલુકામાં કરાયેલા એક સર્વે મુજબ અંદાજે એક લાખ જેટલી વિધવા બહેનો છે.જેમાંથી હજી માત્ર ૩૦,૦૦૦ વિધવા બહેનોને સહાયનો લાભ મળ્યો છે.

Next Story