/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/043ad5c2-e2b0-40fb-abd0-55d0ca671551.jpg)
પાલિકા વિસ્તારમાં સરકારી આંકડા મૂજબ 13 ડેન્ગ્યુનાં કેસ નોંધાયા છે પરંતુ આંકડો કંઈક જૂદો હોવાનું લોકોનું કહેવું છે.
ભરૂચ નગર પાલિકાનાં અનેક વિસ્તારો રોગચાળાનાં ભરડામાં આવી રહ્યા છે. જે સંદર્ભે વિરોધ પક્ષ દ્વારા હલ્લાબોલ પણ કરવામાં આવ્યું હતું. છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હોવાના દાખલા શહેરનાં અનેક વિસ્તારોમાંથી બહાર આવી રહ્યા છે. વેજલપુરનો ભાલિયા વાડ વિસ્તાર જે પાલિકાનાં વોર્ડ નંબર 11માં સમાવિષ્ટ છે. અહીંનાં લોકો હાલમાં પારાવાર ગંદકીનો સામનો કરી રહ્યા છે. અગાઉ પાલિકામાં આ સંદર્ભે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે.
ભરૂચ નગર પાલિકાનાં વોર્ડ નંબર 11 માં સમાવિષ્ટ વેજલપુરનો ભાલિયા વાડ વિસ્તાર હાલ ગંદકીનાં ઝગલાથી ખદબદી રહ્યો છે. જેના પગલે લોકો મુશ્કેલીનો સામનો કરવાની સાથો રોગનાં ભરડામાં આવી રહ્યા છે. બીજી તરફ આ વિસ્તારમાં મોટા ભાગે શ્રમજીવી પરિવારો રહેતા હોવાથી પાલિકા દ્વારા નજર અંદાજ કરવામાં આવતા હોય તેવો પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે. એક તરફ શહેરમાં ડેન્ગ્યુએ માથું ઉંચક્યું છે. ત્યારે માત્ર શહેરી વિસ્તારમાં અને સરકારી આંકડા મૂજબ 13 લોકોને ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો હોવાનું તંત્રએ પણ કબુલ્યું હતું. પરંતુ વાસ્તવમાં વધુ લોકો આ રોગચાળાનો સામનો કરી રહ્યા છે. જેથી વહેલી તકે આ ગંદકીનાં સામ્રાજ્યને દૂર કરવા લોકો દ્વાવા માંગ કરવામાં આવી છે.