ભરૂચ : નેત્રંગના કંબોડીયા ગામેથી જુગાર રમતા ૧૦ ઈસમોની પોલીસે કરી ધરપકડ

New Update
ભરૂચ : નેત્રંગના કંબોડીયા ગામેથી જુગાર રમતા ૧૦ ઈસમોની પોલીસે કરી ધરપકડ

ભરૂચ જિલ્લાના નેત્રંગના કંબોડીયા ગામેથી જુગાર રમતા ૧૦ નબીરાઓ પકડાયા, ૮ મોબાઈલ અને ૩૮,૧૨૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો.

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલ કંબોડીયા ગામના ખાડી ફળીયામાં રહેતા વિપુલભાઇ જયંતીભાઇ વસાવા પોતાના ઘરની પાછળના ભાગે એક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમોને ભેગા કરી ગેરકાયદેસર રીતે પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે, તેવી બાતમી મળતા નેત્રંગ પોલીસ કર્મી પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રેઈડ કરતાં ૧૦ જેટલા નબીરાઓ જુગાર રમતાં રંગેહાથ પકડાયા હતા. તમામની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા ૬,૩૧૦ દાવ ઉપરના રોકડા રૂપિયા ૪,૮૧૦ મોબાઇલ ફોન નંગ ૦૮ જેની કિંમત રૂ ૨૭,૦૦૦ મળીને કુલ ૩૮,૧૨૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી નેત્રંગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories