Connect Gujarat
Featured

ભરૂચ : રાહુલ ગાંધીની "ચા" વાળા નિવેદન બાદ ભાજપી કાર્યકરો પહોંચ્યા કોંગ્રેસ કાર્યાલય, જુઓ પછી શું થયું

ભરૂચ : રાહુલ ગાંધીની ચા વાળા નિવેદન બાદ ભાજપી કાર્યકરો પહોંચ્યા કોંગ્રેસ કાર્યાલય, જુઓ પછી શું થયું
X

કોંગ્રેસના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચાના બગીચાના કામદારો અને ગુજરાતના વેપારીઓ વિશે કરેલા નિવેદનથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપને નવો મુદ્દો મળ્યો છે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલાં કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપના કાર્યકરોએ નારેબાજી કરી હતી. રાહુલ ગાંધીએ આસામના ચાના બગીચાઓમાં કામ કરતાં શ્રમિકોને રોજના 167 રૂપિયા વેતન મળે છે જયારે ગુજરાતના લોકોને ચાના બગીચા મળી જાય છે. આ રૂપિયા કયાંથી આવે છે તે સંદર્ભમાં નિવેદનઆપ્યું હતું.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપે રાહુલ ગાંધીના નિવેદનને ગુજરાત સાથે સાંકળી લઇ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધાં છે. ભરૂચના સ્ટેશન રોડ ખાતે આવેલાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો પહોંચ્યાં હતાં અને જય શ્રી રામના નારા લગાવવાની શરૂઆત કરી દીધી હતી. કોંગ્રેસ કાર્યાલયમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા સહિતના આગેવાનો હાજર હોવાથી તેઓ પણ બહાર દોડી આવ્યાં હતાં. તેમણે પણ જય શ્રી રામ અને વંદે માતરમના નારા લગાવવાનું શરૂ કરતાં વાતાવરણ ગરમાયું હતું. પોલીસે દરમિયાનગીરી કરી બંને પક્ષોના કાર્યકરોને વિખેરી નાંખ્યાં હતાં.

Next Story