Connect Gujarat
Featured

ભરૂચ: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સ્થાપના દિને સેવાશ્રમ હોસ્પિટલ ખાતે બ્લડબેંકમાં રક્તદાન કરાયું

ભરૂચ: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સ્થાપના દિને સેવાશ્રમ હોસ્પિટલ ખાતે બ્લડબેંકમાં રક્તદાન કરાયું
X

રાજપૂત કરણી સેનાના સ્થાપના દિનની ઉજવણીના ભાગ રૂપે ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ સ્થિત બ્લડબેંક ખાતે રક્તદાન શિબિરનું આયોજન ભરૂચ કરણી સેના દ્વારા કરવા આવ્યું હતું.

રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના સ્થાપના દિન નવસાર પર સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીના પ્રેરણાથી ભારતભરના તમામ જિલ્લાઓમાં કરણી સેના દ્વારા થેલેસીમિયા પીડાતા દર્દીઓના મદદ માટે રક્તદાન કરવામાં આવ્યું હતું. ભારત દેશની અંદર ઘણા લોકો થેલેસેમિયાના બીમારીથી પીડાતા દર્દીઓને હંમેશા રક્તની જરૂર અવારનવાર પડતી હોય છે તેવા કેસોમાં ઘણીવાર દર્દીઓને સમયસર રક્ત ન મળતા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને કોઈક વખત દર્દીઓનું મોત પણ થતું હોય છે.

આવા દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને રક્ત અભાવે દર્દીઓનું જીવ ન જાય તેવા ઉદ્દેશ સાથે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના મોભી અને અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીના વિચારોને સાર્થક કરવાં માટે ભારતભરમાં કરણી કાર્યકરોએ દરેક જિલ્લાઓમાં રક્તદાન શિબિરનું આયોજન કરી "રક્તદાન એજ મહાદાન"ના સૂત્ર સાથે ભરૂચમાં પણ સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલી બ્લડબેન્ક ખાતે રાજપુત કરણી સેનાના કાર્યકરોએ રક્તનું અનુદાન કર્યું હતું.

રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના સ્થાપના દિને રક્તદાન શિબિરમાં કરણી સેનાના દક્ષિણ ગુજરાત મહામંત્રી જીતેન્દ્ર સિંહ રાજાવત, ભરૂચ જિલ્લા અધ્યક્ષ ધ્રુવરાજ સિંહ સિંધા તેમજ જિલ્લા યુવા અધ્યક્ષ શક્તિસિંહ જાડોન ઉપસ્થિત રહ્યા હતા.

Next Story