ભરૂચ : નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પુરુષોત્તમ સહસ્ત્ર પાઠનું અનુષ્ઠાન

New Update
ભરૂચ : નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પુરુષોત્તમ સહસ્ત્ર પાઠનું અનુષ્ઠાન

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે અધિક આસો માસના અવસરે પુરુષોત્તમ સહસ્ત્ર પાઠનું અનુષ્ઠાન કરાયું હતું.

અધિકમાસ પ્રતિ ત્રણ વર્ષે એકવાર આવે છે પરંતુ અધિક આસો માસ ૧૯ વર્ષો પછી આવ્યો છે. એટલે કે આ વર્ષે બે આસો માસ થશે. અગાઉ ૨૦૦૧ માં આવો યોગ થયો હતો.આ અધિક માસમાં અનેક દુર્લભ યોગ બની રહ્યા છે. નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે વેદ - વેદાંગનો અભ્યાસ કરતા ઋષિકુમારો તેમજ ગુરૂજનો દ્વારા તપોવન સંકુલમાં પુરુષોત્તમ સહસ્ત્ર પાઠના અનુષ્ઠાનનું આયોજન કરાયું છે.જે સમગ્ર અધિક માસ દરમ્યાન ચાલુ રહેશે. કોરોના મહામારીને કારણે વર્તમાન પરિસ્થિતિમાં સૌને શાંતિ પ્રાપ્ત થાય, પિતૃઓના મોક્ષાર્થે તથા સ્વજનોના સ્મરણમાં આ આયોજન કરવામાં આવ્યું છે.

Latest Stories