Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ

ભરૂચ : જુનો સરદાર બ્રિજ રીપેર નહિ કરાતાં હાઇવે પર ફરી ટ્રાફિકજામની પરિસ્થિતિ
X

ભરૂચની નર્મદા નદી પર આવેલાં જુના સરદાર બ્રિજને

રીપેર કરવામાં આવતો નહિ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા માથું ઉંચકી

રહી છે. ભુતકાળમાં જે પ્રકારે હાઇવે પર વાહનોની કતાર લાગતી હતી તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહયાં છે. જુના સરદાર બ્રિજ પરથી પસાર થતા કાર સહિતના

વાહનચાલકો ગોલ્ડન બ્રિજ તરફ વળ્યાં હોવાથી ગોલ્ડન બ્રિજ ઉપર પણ ચકકાજામ થઇ રહયો

છે.

ભરૂચની નર્મદા નદી પર કેબલ સ્ટેઇડ બ્રિજ બની ગયાં બાદ

ટ્રાફિકની સમસ્યા નહિવત બની હતી પણ ગત સપ્તાહે જુના સરદાર બ્રિજના એક સ્પાનમાં

ગાબડું પડતાં ફરીથી ટ્રાફિકજામ થઇ રહયો છે. જુના સરદાર બ્રિજ ઉપરથી કાર સહિતના

લાઇટ મોટર વ્હીકલને પસાર થવા દેવામાં આવતાં હતાં પણ હાલ જુના સરદાર બ્રિજને વાહન

વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. જુનો સરદાર બ્રિજ બંધ હોવાથી તમામ વાહનો હાલ નવા

સરદાર બ્રિજ પરથી પસાર થાય છે, પરંતુ નવા સરદાર બ્રિજ પર રસ્તો

ખખડધજ હોવાથી વાહનો ધીમી ગતિએ ચલાવવાની ફરજ પડી રહી છે, જેના

કારણે વાહનોની કતાર લાગી રહી છે. બીજી તરફ હાઇવે પરથી પસાર થતાં કાર ચાલકો હાઇવે

પર ટ્રાફિકજામના ડરથી ગોલ્ડન બ્રિજ પરથી પસાર થઇ રહયાં છે જેના કારણે ગોલ્ડન બ્રિજ

ઉપર ટ્રાફિકની સમસ્યા વકરી છે. ખાસ કરીને સવારે અને સાંજે પીક અવર્સમાં ગોલ્ડન

બ્રિજ જામ રહેતો હોવાથી ભરૂચ અને અંકલેશ્વરના સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો

કરવો પડી રહયો છે. જુના સરદાર બ્રિજનું વહેલી તકે રીપેરીંગ કરાવવામાં આવે તેવી

વાહનચાલકો માંગ કરી રહયાં છે.

Next Story