ભરૂચ : સિંગલ યુઝ પ્લાસ્ટિકને તિલાંજલિ સાથે મહાત્મા ગાંધીને અંજલિ
BY Connect Gujarat2 Oct 2019 7:42 AM GMT

X
Connect Gujarat2 Oct 2019 7:42 AM GMT
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિના અવસરે સ્વચ્છ ભારત અભિયાનનો વ્યાપ વધારવા માટે હાકલ કરી હતી. મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારત અને એક ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. બુધવારના રોજ ગાંધી જયંતિના અવસરે ભરૂચ નગર પાલિકા દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો પ્રારંભ કરાયો હતો. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલાં સ્ટેચ્યુ પાર્ક ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. શહેરીજનોએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી તેમને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના ધનજીભાઈ પરમાર,પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાળા, ચીફ ઓફિસર સંજય સોની સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.
Next Story