Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ઝગડીયાના નવી તરસાલી ગામે નાના તળાવની પાળ તૂટી, પાણી ફરી વળતાં ખેતીને ભારે નુકશાન

ભરૂચ : ઝગડીયાના નવી તરસાલી ગામે નાના તળાવની પાળ તૂટી, પાણી ફરી વળતાં ખેતીને ભારે નુકશાન
X

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના નવી તરસાલી નજીક ગામની બહાર બનાવેલ નાના તળાવની પાળ વારંવાર તૂટી જવાથી ગંદુ પાણી ખેતરમાં ઘૂસી જતા ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

ઝગડીયાના નવી તરસાલી નજીક ગામની બહાર બનાવેલ નાના તળાવની પાળ વારંવાર તૂટી જવાની ઘટના સર્જાયા કરે છે, ત્યારે તેનું ગંદુ પાણી આજુબાજુના ખેતરમાં ફરી વળતાં ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો

આવ્યો છે. ખેતરમાં પાણી ફરી વળવાના કારણે ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, આજરોજ નવી તરસાલી ગામે નાના તળાવની પાળ ફરી તૂટી પડતાં ગંદુ પાણી ભાલોદના એક ખેડૂતે કરેલ ગુલાબના ખેતરમાં

ફરી વળ્યું હતું. જેમાં ખેતર સહિતના વિસ્તારમાં દુર્ગંધવાળું ગંદુ પાણી પ્રવેશી જતાં ખેતીને ભારે નુકશાન થવા પામ્યું હતું, ત્યારે ગદું પાણી જોતા જ ખેડૂતોએ JCB મશીન દ્વારા પાળ બાંધીને પાણી

રોક્યું હતું. સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર નવી તરસાલી ગ્રામ પંચાયત અને

સરપંચને પણ ગંદા પાણી મામલે મૌખિક રજૂઆત કરતા આજ દિન

સુધી તેનું નિરાકરણ આવ્યું નથી.

Next Story