Connect Gujarat
Featured

ભરૂચ : પોલીસ હેડ કવાટર્સ ખાતે યોજાયો ગુજરાત પોલીસનો રાજ્યકક્ષાનો “ઇ-વન મહોત્સવ”

ભરૂચ : પોલીસ હેડ કવાટર્સ ખાતે યોજાયો ગુજરાત પોલીસનો રાજ્યકક્ષાનો “ઇ-વન મહોત્સવ”
X

સમગ્ર રાજયમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે ભરૂચના સાંસદ તેમજ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા અમદાવાદના રાણીપ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ વિભાગનો વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો. રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ દરેક જિલ્લાઓના વડા મથકો ખાતે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે મહાનુભાવોએ નિહાળ્યું હતું.

સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે વાતાવરણ અને ઋતુચક્રમાં ભારે તબદીલી આવી જતાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે, ત્યારે વાતાવરણમાં થઇ રહેલા આમુલ પરિવર્તનથી વિશ્વ આખું પીડાઈ રહ્યું છે. સમયાંતરે સરકાર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો આયોજિત કરી લોકોમાં જનજાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે ભરૂચ શહેરના જિલ્લા પોલીસ હેડ કવાર્ટસ ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, નગરપાલિકાના પ્રમુખ સુરભિ તમાકુવાલા, ડીવાયએસપી ડી.પી.વાઘેલા, ભાજપ જીલ્લા પ્રમુખ યોગેશ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ સાથે વન મહોત્સવની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.

Next Story