/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/04152340/maxresdefault-43.jpg)
ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામમાં ગુરૂવારે રાત્રિના સમયે વિચિત્ર ઘટના બની હતી. પુરના પાણી ઓસરી જતાં માછીમારો માછીમારી કરવા ગયાં હતાં પણ એક જ કલાકમાં સપાટીમાં 4 ફુટ જેટલો વધારો થતાં તેઓ ગભરાય ગયાં હતાં અને પરત કિનારે આવી ગયાં હતાં.
નર્મદા ડેમમાંથી છોડવામાં આવતો પાણીનો જથ્થો ઓછો કરી દેવામાં આવતાં ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે ગુરૂવારે રાત્રિના સમયે નદીની સપાટી 14 ફુટ સુધી પહોંચી હતી. પુરના કારણે માછીમારોને નદીમાં નહિ જવા સલાહ આપવામાં આવી હતી. ગુરૂવારે પુરના પાણી ઓસરી ગયાં બાદ ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામના કેટલાક માછીમારો નાવડીઓ લઇ નદીમાં માછીમારી કરવા ગયાં હતાં પણ અચાનક જળસ્તર વધવા લાગ્યાં હતાં. તમામ માછીમારો ગભરાય ગયાં હતાં અને પરત કિનારા પર આવી ગયાં હતાં.
નર્મદા ડેમની વાત કરવામાં આવે તો ગુરૂવારે રાત્રિના સમયે ડેમમાંથી 2.65 લાખ કયુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે નર્મદા નદીની જળસપાટી વધી હતી. હાલ ડેમનો એક દરવાજો ખોલી માત્ર 61 હજાર કયુસેક પાણી છોડાઇ રહયું છે જેના કારણે હવે નર્મદા નદીની સપાટીમાં ઘટાડો થશે. સરદાર સરોવરમાં 1.53 લાખ કયુસેક પાણીની આવક થતી હોવાથી ડેમની સપાટી 135.41 મીટર સુધી પહોંચી છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાની સપાટી 18.37 ફુટ છે પણ તેમાં હજી પણ ઘટાડો થશે તેમ પુર નિયંત્રણ કક્ષના સુત્રોએ જણાવ્યું છે.