Connect Gujarat
Featured

ભરૂચ: પહેલા ટાઇગર એકતા ગ્રુપના પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા હવે સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો, જુઓ રાજકારણના રંગ

ભરૂચ: પહેલા ટાઇગર એકતા ગ્રુપના પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા હવે સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો, જુઓ રાજકારણના રંગ
X

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ અનેક લોકો વિવિધ પક્ષોમાં જોડાઈ રહ્યા છે તો કેટલાય લોકો ટિકિટ ન મળવાના કારણે પણ અન્ય પક્ષોનો હાથ જાલી રહ્યા છે ત્યારે ભરૂચના વોર્ડ નંબર ૭માં તેમજ ટાઈગર એકતા ગ્રુપના 50થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાળાના વોર્ડમાં વર્ષો થી ટાઇગર એકતા ગ્રુપ પોતાના સામાજિક કાર્યથી લોકચાહના મેળવી છે ત્યારે બે દિવસ અગાઉ ગ્રુપના પ્રમુખ શંકર પટેલ 100 જેટલા સભ્ય સાથે કોંગ્રેસમાં જોડાયા હતા તો આજે શિરીષ રાવલની આગેવાનીમાં ટાઈગર એકતા ગ્રુપના 50થી વધુ લોકો ભાજપમાં જોડાયા હતા.

આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ વોર્ડ નંબર સાતમાં એક જ ગ્રુપના સભ્યો આમને-સામને આવતા રાજકારણ માં ગરમાવો જોવા મળી રહ્યો છે.ટાઈગર એકતા ગૃપના ૫૦થી વધુ સભ્યોએ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનોના હાથે ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો અને આગેવાનોએ તેઓને આવકાર્યા હતા.

Next Story