Connect Gujarat
Featured

ભરૂચ : આડેધડ પાર્ક કરાયેલ વાહનો જપ્ત કરવાની પોલીસની કાર્યવાહી, જુઓ કેટલો ભરવો પડશે દંડ

ભરૂચ : આડેધડ પાર્ક કરાયેલ વાહનો જપ્ત કરવાની પોલીસની કાર્યવાહી, જુઓ કેટલો ભરવો પડશે દંડ
X

ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓ સાંકડા છે અને તેમાંય આડેધડ રીતે વાહનો પાર્ક કરી દેવાતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. ગમે ત્યાં વાહનો પાર્ક કરી જતાં લોકોએ હવે સાવચેત રહેવું પડશે કારણે આવા વાહનો હવે પોલીસ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે.

ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી બનાવવા હવે પોલીસ વાહનોને ટો કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરના સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, શ્રવણ ચોકડી, શકિતનાથ સહિતના મુખ્ય માર્ગો પર લોકો તેમના વાહનો ગમે ત્યાં પાર્ક કરી દેતાં હોય છે. આડેધડ રીતે પાર્ક કરી દેવાયેલાં વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા જટિલ બની છે. વાહન ચાલકોને વારંવાર સુચના આપવા છતાં તેમના વાહનો ગમે ત્યાં પાર્ક કરી દેતાં હોય છે.

ખાસ કરીને જયાં શાકભાજીની લારીઓ ઉભા રહે છે તેવા વિસ્તારોમાં આ સમસ્યા સૌથી વધારે જોવા મળે છે. આડેધડ પાર્ક કરી દેવાતાં વાહનના માલિકો સામે હવે દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જો તમે તમારૂ ટુ -વ્હીલર ગમે ત્યાં પાર્ક કર્યું હશે તો 595 રૂપિયા, થ્રી વ્હીલર માટે 645 રૂપિયા, ફોર વ્હીલર માટે 695 રૂપિયા અને ભારદારી વાહન માટે 750 રૂપિયા દંડ ભરવાનો રહેશે. તમારા ટો કરેલા વાહનને સ્થળ પર દંડ ભરી છોડાવી શકાશે અને વાહનનો માલિક હાજર નહિ હોય તો તે વાહનને કાળી તલાવડી સ્થિત પોલીસ હેડકવાટર્સ ખાતે લઇ જવાશે અને ત્યાંથી દંડની રકમ ભરી વાહનને પરત મેળવી શકાશે.

Next Story