Connect Gujarat
Featured

ભરૂચ: ઉમલ્લા પોલીસે વિદેશી દારૂ સહિત 6 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એક બુટલેગરને ઝડપી પાડયો

ભરૂચ: ઉમલ્લા પોલીસે વિદેશી દારૂ સહિત 6 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એક બુટલેગરને ઝડપી પાડયો
X

ભરૂચ જિલ્લાની ઉમલ્લા પોલીસે વિદેશી દારૂ તથા વૈભવી કાર મળી 6 લાખ રૂપિયાના મુ્દ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉમલ્લા પોલીસ બીટ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ઝઘડીયા તાલુકાના સંજાલી ગામની કેનાલ પાસે સીમાડા વગામાં સંજાલી ગામનો બુટલેગર સંદીપ સંજય વસાવા વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતરવાનો છે. ઉમલ્લા પોલીસ સ્ટેશનના મહિલા PSI વિ. આર. ઠુમ્મરે પોલિસ ટીમના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં સ્થળ ઉપરથી એક મહિન્દ્રા XUV ગાડી મળી આવી હતી જેની અંદર વિદેશી દારૂની કુલ 72 નંગ પેટી મળી કુલ 3456 નંગ વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી હતી જેની કિંમત રૂપિયા 3,45,600 અને મહિન્દ્રા XUV ગાડી કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ રૂપિયા 6,45,600 મુદ્દામાલ સાથે બુટલેગર સંદીપ સંજય વસાવાને ઝડપી પાડ્યો હતો. ઉમલ્લા પોલીસે સંદીપ વિરુધ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story