Connect Gujarat
Featured

ભરૂચ: વાગરામાં જમીન સંપાદન પ્રક્રિયામાં રૂપિયા 500 કરોડનું કથિત કૌભાંડ ? જુઓ કોણે કર્યા આક્ષેપ

ભરૂચ: વાગરામાં જમીન સંપાદન પ્રક્રિયામાં રૂપિયા 500 કરોડનું કથિત કૌભાંડ ? જુઓ કોણે કર્યા આક્ષેપ
X

ભરૂચના વાગરા પંથકમાં જમીન સંપાદન પ્રક્રિયામાં થયેલ રૂપિયા 500 કરોડના કથિત કૌભાંડના મામલામાં ગુજરાત ખેડૂત હિત રક્ષક દળ દ્વારા ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે અને સમગ્ર કૌભાંડમાં તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે.

વાગરા તાલુકામાં આવેલ દહેજ ઓધ્યોગિક વસાહતના નવા એકમો માટે જી.આઈ.ડી.સી.દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી. આ જમીન સંપાદન પ્રક્રિયામાં રૂપિયા 500 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ ખેડૂત હિત રક્ષક દળ દ્વારા કરવામાં આવ્યા છે. જી.આઈ.ડી.સી.દ્વારા જાહેરનામું બહાર પાડી 1740 એકર જમીન સંપાદન કરવામાં આવી હતી જેમાં ખેડૂત હિત રક્ષ ક દળના આક્ષેપ અનુસાર ગામના સ્થ્નિક ખેડૂતોની માત્ર 100 એકર જમીન સમવાય છે બાકીની જમીન બહારના ખેડૂતોએ ચોક્કસ આયોજનબદ્ધ રીતે રાખી લીધી હતી અને મૃતક ખેડૂતના નામે પણ જમીનના દસ્તાવેજ થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ અંગે અગાઉ ખેડૂત હિત રક્ષક દળ દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી અને તપાસની માંગ કરાઇ હતી જો કે તંત્ર દ્વારા કોઈ જ પગલા ન ભરાતા હવે ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે.

Next Story