Connect Gujarat
Featured

ભરૂચ : વાલિયાના કોંઢ નજીક બાઇક અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 નાં મોત

ભરૂચ : વાલિયાના કોંઢ નજીક બાઇક અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 નાં મોત
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી વાલિયા તરફના માર્ગ પર કોંઢ ગામ નજીક બાઇક અને એક્ટિવા સામસામે ટકરાતાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં વ્યક્તીઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં છે.

ભરૂચ જિલ્લામાં મકરસંક્રાંતિના પર્વના દિવસે અકસ્માતની ગોઝારી ઘટના બની છે. અંકલેશ્વરથી વાલિયા તરફ જતાં માર્ગ પર કોંઢ ગામ નજીક બાઇક અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યાં હતા. આ બંને યુવાનો વાલિયા તાલુકાનાં અમલદેરા ગામના વાતની હોવાનું જાણવા મળ્યું છે. તો અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાને પગલે વાલિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે. તહેવારના દિવસે અકસ્માતની ઘટનાઓથી ગમગીનીનો માહોલ છવાયો છે.

Next Story