Connect Gujarat
Featured

ભરૂચ : વાલીયા ખાતે વટારીયા સુગરના સભાસદોની મળી બેઠક, જુઓ શું કરી માંગણી

ભરૂચ : વાલીયા ખાતે વટારીયા સુગરના સભાસદોની મળી બેઠક, જુઓ શું કરી માંગણી
X

ભરૂચ જિલ્લાના વટારીયા ગામે આવેલી ગણેશ સુગર ફેકટરીની ચુંટણી યોજવામાં સરકાર રોડા નાંખી રહી હોવાના આક્ષેપ સાથે વાલીયામાં સભાસદોની બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી જલદી ચુંટણી યોજવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વાલિયા તાલુકાના વટારીયા ખાતે શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી કાર્યરત છે અને છેલ્લા 35 વર્ષથી ચૂંટણી રાબેતા મુજબ યોજાઈ રહી હતી તાજેતરમાં ચૂંટણી ટાણે કેટલાક લોકોને પેટમાં તેલ રેડાયું હોય તેમ ચૂંટણીને લાંબી ઠેલાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે જેના પગલે ગણેશ ખાંડ ઉદ્યોગો ના ખેડૂતો અને સભાસદોમાં રોષ ફાટી નીકળ્યો છે. ચૂંટણી ન યોજાઈ અથવા તો મોકૂફ રાખવામાં આવે તેવા તો સુરતના 18,000 જેટલા ખેડૂતો સભાસદોનું હિત જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થશે.

આ સુગર ફેકટરી થકી ૧૦,૦૦૦ જેટલા પરિવારોને આર્થિક આજીવિકા મળી રહે છે. તાજેતરમાં ચૂંટણી ટાણે જ કેટલા વિઘ્નસંતોષીઓ એ ગણેશ ખાંડ ઉધોગ ની ચૂંટણી મોકૂફ રખાઇ તેવા પ્રયાસના ભાગરૂપે કનડગત કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે ગણેશ ખાંડ ઉધોગ ના ખેડૂતો અને સભાસદોએ રસ્તા ઉપર ઉતરી આવી ચૂંટણી સમયસર યોજવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. આ બાબતે સભાસદોનું વાલિયા ખાતે સંમેલન યોજાયું હતું અને બાદમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Next Story