વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત અંક્લેશ્વર પાલિકા દ્વારા રેલી સહિત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અન્વયે આજે 5 જૂન "વિશ્વ પર્યાવરણ દિવસ" અંતર્ગત અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી ખાતેથી રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી.

New Update
NP

"નિર્મળ ગુજરાત અભિયાન" હાલ ચાલી રહેલ છે. જે અન્વયે આજે 5 જૂન "વિશ્વ પર્યાવરણ દિવસ" અંતર્ગત અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી ખાતેથી રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી. જે રેલી સ્વર્ણિમ લેકવ્યું પાર્ક સુધી પહોચી હતી. જેને નગરપાલિકા પ્રમુખ લલીતા રાજપુરોહિતવિનય વસાવાઅક્ષેશ પટેલચીફ ઓફીસર કેશવલાલ કોલડિયા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

 "નિર્મળ ગુજરાત અભિયાન" અંતર્ગત નીકળેલી રેલી દરમ્યાન ઓ.એન.જી.સી.ના અધિકારી તેમજ સી.આઈ.એસ.એફ. અંક્લેશ્વરના કમાન્ડન્ટ કૃતિકા નેગી અને કમાન્ડન્ટ સ્ટાફના સભ્યોરોયલ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટના સભ્યોઆઇ.આઇ.સી.એલ. ઇન્સ્ટિટ્યૂટના સભ્યોનગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓકર્મચારીઓ અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા. આ રેલી દરમ્યાન "વૃક્ષ વાવોપર્યાવરણ બચાવો" તેમજ "વૃક્ષ છે તો જીવન છે" વિગેરે સૂત્રો બોલીને નાગરિકોને વૃક્ષો વધુ વાવીએ તો વરસાદ લાવવા માટે અને જીવનમાં ઑક્સિજન મેળવવા વૃક્ષની કેટલી જરૂરિયાત છે તે માટે જણાવ્યું હતું. જે બાદ અંકલેશ્વર શહેરના સ્વર્ણિમ લેકવ્યું પાર્ક ખાતે હાજર મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Latest Stories