Connect Gujarat
ભરૂચ

ભરૂચના યુવાન સહિત 18 પર્વતારોહીઓની ટીમે 17,346 ફૂટ ઊંચા હિમાચલનું માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર સર કર્યું

ભરૂચના યુવાન સહિત 18 પર્વતારોહીઓની ટીમે 17,346 ફૂટ ઊંચા હિમાચલનું માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર સર કર્યું
X

હિમાચલના કુલ્લુ-મનાલી વિસ્તારમાં આવેલ માઉન્ટ ફ્રેન્ડશીપ 17,346 ફૂટ ઉંચુ બર્ફીલુ શિખર છે. દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો છે . આ દળ અમદાવાદથી 23 સપ્ટેમ્બરનાં દિવસે રવાના થયું હતું.5 દિવસની કઠિન ચઢાઈ બાદ 30 સપ્ટેમ્બરનાં સવારના 9:45 વાગ્યે ટીમના 18 સભ્યો 17,346 ફૂટની ઊંચાઈ પર તિરંગો લહેરાવામાં સફળ રહ્યા હતા. સફળતાપૂર્વક આરોહણ પૂર્ણ કરીને આ દળ ગઈ કાલે મનાલી બેઝકેમ્પ પર પરત આવી જતા પર્વતારોહકો અને ટ્રેકિંગ સાથે સંકળાયેલ લોકોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.



23 લોકોના આ દળનું નેતૃત્વ ઇન્વીન્સીબલ સંસ્થાનાં સિનિયર ઇન્સ્ટ્રક્ટર સાગર બુટાણીએ કર્યું હતું.23 લોકોની ટીમમાં 4 મહિલા પર્વતારોહીઓ પણ સામેલ હતી જેમાંથી મૌલી પટેલ અને સાક્ષી મોંગાએ આ શિખર સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.આ પર્વતારોહણ કુલ ૭ દિવસનું હતું જેમાં ઇન્વીન્સિબલ એન.જી.ઓની ટીમ પેહલાં દિવસે મનાલી (6000 ફૂટ) પહોંચી જરૂરી તૈયારીઓ કરી હતી, ત્યારબાદ બીજા દિવસે ટીમ લેડીલેગ બેઝ કેમ્પ (11800 ફૂટ) સુધી પહોંચ્યા હતા. ત્રીજે દિવસે ટિમનાં તમામ લોકો દ્વારા લોડ-ફેરી મારફતે પર્વતારોહણનો બધો જ સામાન એડવાન્સ કેમ્પ સુધી પહોંચાડ્યો હતો. ચોથે દિવસે ટિમે એડવાન્સ કેમ્પ (14300 ફૂટ) સુધી જરૂરી સામાન સાથે ચઢાણ કર્યું. પાંચમા દિવસે સમગ્ર ટીમે પર્વતારોહણ માટેની પૂર્વ તૈયારીઓ કરી.છેવટે છઠ્ઠા દિવસે રાત્રે ૧ વાગે નીકળી તારીખ ૩૦ સપ્ટેમ્બર- ૨૦૨૧ની વહેલી સવારે ૧૮ લોકોએ માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર(17300 ફૂટ) પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. ત્યારબાદ આ અભિયાન પૂર્ણ કરી ટીમ મનાલી પરત ફરી હતી.દર વર્ષે આશરે 30,000 લોકો ઇનવિન્સિબલ એન.જી.ઓ.ની અલગ અલગ પ્રવૃતી માં ભાગ લે છે. આ સિદ્ધિ હાંસલ કરવા પર્વતારોહીઓ છેલ્લા ત્રણ મહિનાથી તૈયારીઓ કરી રહ્યા હતા.દરરોજ 5 કિમી નું રનીંગ, સામાન સાથે ચઢ ઉતરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ ટ્રેકિંગ અને પર્વતારોહણ નો આગવો અનુભવ ધરાવતા પ્રતિસ્પર્ધીઓ ની પસંદગી કરવામાં આવી હતી.

Next Story