અંકલેશ્વર : 2 અલગ અલગ સ્થળેથી ઝડપાયા 13 જુગારીઓ, પોલીસે રૂ. 1.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો...

અંકલેશ્વર શહેર પોલીસે સ્થળ પરથી રોકડ રકમ 24 હજાર અને 4 ફોન મળી કુલ કિંમત રૂપિયા 59 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

New Update
અંકલેશ્વર : 2 અલગ અલગ સ્થળેથી ઝડપાયા 13 જુગારીઓ, પોલીસે રૂ. 1.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં શહેર પોલીસે 2 અલગ અલગ સ્થળોએથી 13 જુગારીયાઓને રૂપિયા 1.80 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડમાં રહેતો ઈસમ જુના દીવા ગામની સીમમાં સેફરોન કોમ્પ્લેક્ષથી જુના દીવા જવાના માર્ગ ઉપર ખેતરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે બાતમીવાળી જગ્યા પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે સ્થળ પરથી રોકડ રકમ 10 હજાર, 3 રીક્ષા તેમજ 6 ફોન મળી કુલ કિંમત રૂપિયા 1.21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,

જ્યાં જુગાર રમતા મુખ્ય સુત્રધાર મળી 6 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે અંકલેશ્વરના આંબોલી ગામની સીમમાં ઉમરવાડા રોડ ઉપર ખેતર શેઢા પાસે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે સ્થળ પરથી રોકડ રકમ 24 હજાર અને 4 ફોન મળી કુલ કિંમત રૂપિયા 59 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં રામકુંડના વણકરવાસમાં રહેતા જુગારી સહિત પોલીસે 7 જુગારીયાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories