અંકલેશ્વર : GIDC પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનાના 2 વોન્ટેડ આરોપી દમણથી ઝડપાયા...

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા 2 વોન્ટેડ આરોપીની દમણથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
અંકલેશ્વર : GIDC પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનાના 2 વોન્ટેડ આરોપી દમણથી ઝડપાયા...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા 2 વોન્ટેડ આરોપીની દમણથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં દારૂ જુગાર જેવી ગુનાખોરીને અંજામ આપી પોલીસને ચકમો દઈ ફરાર થતા આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો કામે લાગી છે. જેમાં વધુ 2 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને બાતમી મળી હતી કે, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં 2 વોન્ટેડ આરોપી સફેદ કલરની કાર સાથે દમણમાં જોવા મળ્યા છે. જે બાતમીના આધારે દમણ પોલીસની મદદથી નાની દમણ વિસ્તારમાંથી બન્ને વોન્ટેડ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર જીઆઈડીસી, રૂરલ અને કોસંબા પોલીસ મથકના ગુન્હાઓનો ભેદ પણ ઉકેલાયો છે.

Latest Stories