Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પાનોલીમાં કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો,પોલીસે રૂ. 6.75 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

પોલીસેને જોઈ ગાડીનો ચાલક કાર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે ગાડીમાંથી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૩૬૮ નંગ બોટલ મળી આવી હતી

અંકલેશ્વર: પાનોલીમાં કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો,પોલીસે રૂ. 6.75 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
X

અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામના કબ્રસ્તાન સામે ઈનોવા કારમાંથી તાલુકા પોલીસે વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૬.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. દિવાળીના તહેવારમાં દારૂનું રેલમછેલ અટકાવવા માટે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઇનોવા કાર નંબર જી.જે ૨૧ એ.એ. ૨૪૩૫માં વિદેશી દારૂનો જથ્થો ભરી એક ઈસમ અંકલેશ્વર તરફ આવી રહ્યો છે જેવી વાતમીના આધારે તાલુકા પોલીસે પાનોલી ગામના કબ્રસ્તાન સામે વોચ ગોઠવી હતી ..

પોલીસે બાતમી વાળી વૈભવી કાર આવતા તેને અટકાવવા ઈશારો કર્યો હતો પોલીસેને જોઈ ગાડીનો ચાલક કાર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે ગાડીમાંથી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૩૬૮ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૧.૭૫ લાખનો દારૂ અને ઇનોવા કાર મળી કુલ 6.75 લાખનો પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story