Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : બકરી ઈદની ઉજવણી પૂર્વે શહેર પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાય...

શહેર પોલીસ મથક ખાતે બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર : બકરી ઈદની ઉજવણી પૂર્વે શહેર પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાય...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર શહેર પોલીસ મથકના પી.આઈ.ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં બકરી ઇદમાં અનિચ્છનીય બનાવ નહીં બને અને ભાઈચારા વચ્ચે તહેવાર શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શાંતિ સમિતિની બેઠક દરમ્યાન મુસ્લિમ સમાજના આગેવાન જહાંગીર પઠાણે બકરી ઈદના દિવસે ગૌવંશની કુરબાની નહીં કરવા સાથે કોઈપણ સમાજની લાગણી દુભાઈ નહીં તેની કાળજી રાખવા સાથે શાંતિમય વાતાવરણમાં તહેવાર ઉજવાય તેવી આશા વ્યક્ત કરી હતી. આ શાંતિ સમિતિની બેઠકમાં રફીક ઝઘડિયાવાલા, જીતુ પટેલ સહિતના આગેવાનો તેમજ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it