New Update
/connect-gujarat/media/post_banners/7c26457275a585f62e595668ebcc80d96ec6a4f450c688efdc67b7efb7506f9f.webp)
અંકલેશ્વરના જુના બોરભાઠા ગામના પોલીસ લાઈન ફળિયામાંથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જુના બોરભાઠા ગામના પોલીસ લાઈન ફળિયામાં રહેતો બુટલેગર વિજય મેલાભાઈ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૩ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુનો મુદ્દામાલ સાથે બુટલેગર વિજય વસાવાને ઝડપી પાડ્યો હતો.