New Update
/connect-gujarat/media/post_banners/8220a38c1ec197f92028e0023aad308928ba4652af098fb053abac5386f0aee6.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના બાપુનગર વિસ્તારમાં ઊભરાતી ખુલ્લી ગટરોના કારણે સ્થાનિકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે.
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 3માં આવેલ બાપુનગર વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ગટરની ચેમ્બરમાંથી દૂષિત પાણી માર્ગો પર ફેલાઈ રહ્યું છે. જે લોકોના ઘરો અને દુકાન સુધી પહોચી જતા તીવ્ર દુર્ગંધ અને રોગચાળાની દહેશત વચ્ચે સ્થાનિકો ફફડી ઉઠ્યા છે. માર્ગો પર પણ ગંદા પાણીના ખાબોચિયાને લઈ રાહદારીઓ સહિત અનેક વાહનચાલકોને યાતના ભોગવવી પડી રહી છે. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકા વિરુદ્ધ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
Latest Stories