Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર:પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશાયી થવાના મામલે પોલીસ ફરિયાદ, 4 શ્રમજીવીઓના નિપજ્યા હતા મોત

પ્લાસ્ટોકોન ઇન્ડસ્ટ્રીઝ કંપનીના પ્લાન્ટમાં જુની દિવાલની ઉપર જ બીજી નવી દિવાલ બનાવવાની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ મોડે મોડે પણ માલિકો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વર:પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશાયી થવાના મામલે પોલીસ ફરિયાદ, 4 શ્રમજીવીઓના નિપજ્યા હતા મોત
X

અંકલેશ્વર જીઆઈડીસીમાં ગત વર્ષે પ્લાસ્ટોકોન ઇન્ડસ્ટ્રીઝ કંપનીના પ્લાન્ટમાં જુની દિવાલની ઉપર જ બીજી નવી દિવાલ બનાવવાની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ મોડે મોડે પણ માલિકો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગત તારીખ-૫-૧-૨૨ના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની પ્લાસ્ટોકોન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના માલીકો દ્રારા સક્ષમ અધિકારી પાસેથી કોઇપણ પ્રકારની પરમીશન લીધા વિના કંપનીના સ્ટ્રોરેજ પ્લાન્ટમાં જુની દિવાલની ઉપર જ બીજી નવી દિવાલ બનાવવાનું બેદરકારી ભર્યુ કામ હાથ ધરવામાં આવ્યું હતું જે કામગીરી દરમિયાન કોન્ટ્રાકટર ગોપાલભાઇ રાજપુત અને સંજયભાઇ રણછોડભાઈ વસાવા,મૌલા તોસીન અંસારી,સંગીતાબેન રૂદલ મંડલના મોત નિપજ્યા હતા જયારે કિશન મુસરૂ મંડલ,સોમલભાઈ અને તુલસીબેન ભુદેવભાઇ મંડલ તેમજ કવીતાદેવી વીનોદભાઈ મંડલને નાની મોટી ઇજાઓ પહોચાડી હતી.આ ઘટનામાં કોન્ટ્રાકટર ગોપાલ રાજપુતે કોઇપણ પ્રકારના સેફટીના સાધનો આપ્યા વિના કામ કરતા મજુરોની જીંદગી જોખમાય એ રીતે કામ કરાવતા કામ દરમ્યાન અચાનક દિવાલ ધસી ધરાશાયી થતા ઘટના બની હતી જે ઘટનામાં બેદરકારી દાખવનાર કંપનીના માલિક અને કોન્ટ્રાકટર સામે ૧૪ મહિના બાદ આઈપીસીની વિવિધ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story