Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ખરોડ સાર્વજનિક શાળા ખાતે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ, બાળકોને વિસ્તૃત માર્ગદર્શન અપાયું...

અંકલેશ્વર : ખરોડ સાર્વજનિક શાળા ખાતે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ, બાળકોને વિસ્તૃત માર્ગદર્શન અપાયું...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકની હદમાં આવેલ ખરોડ ગામ સ્થિત સાર્વજનિક શાળા ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ તા. 6 સપ્ટેમ્બરન રોજ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ.વસાવા દ્વારા અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકની હદમાં આવેલ ખરોડ ગામની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના આચાર્ય, ટ્રસ્ટીગણ, ગ્રામ પંચાયતના સભ્યો તથા અંકલેશ્વર તાલુકા પંચાયતના સદસ્ય હાજર રહી બાળકોમાં અપહરણ, માનવ તસ્કરી અને બાળમજૂરીના લોભ લાલચથી દૂર રહેવું, એક તરફી પ્રેમમાં ફસાવવું નહીં, કોઈ કેફી દ્રવ્ય ન લેવું, મોબાઈલ ફોન તેમજ ઈન્સ્ટાગ્રામથી દૂર રહેવું તથા નાની ઉંમરમાં બાળકોએ વાહન ન ચલાવવા, ટ્રાફિક નિયમનું જ્ઞાન આપવા તેમજ મા-બાપને વફાદાર રહી શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવું સહિતના મુદ્દે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ.વસાવા તથા એસ.આઈ. કનકસિંહ ગઢવી, સામાજિક અને રાજકીય આગેવાન અંકલેશ્વર તાલુકા ઉપપ્રમુખ તૃપ્તિ જાની ઉપસ્થિત રહી સરળ ભાષામાં બાળકોને માહિતી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ જનજાગૃતિ કાર્યક્રમમાં 700થી વધુ બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story