Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ભદ્રલોક સોસાયટીના રહીશોએ 35 કીલો સુકો કચરો સેવાભાવી સંસ્થાને આપ્યો

ઇનરવ્હીલ કલબ ઓફ અંકલેશ્વર તેમજ ઓલ ઇન્ડીયા વુમન્સ કોન્ફરન્સ તરફથી સુકા કચરાના એકત્રિકરણ માટેનો પ્રોજેકટ શરૂ કરાયો છે.

અંકલેશ્વર : ભદ્રલોક સોસાયટીના રહીશોએ 35 કીલો સુકો કચરો સેવાભાવી સંસ્થાને આપ્યો
X

અંકલેશ્વરમાં સુકા કચરાનું એકત્રિકરણ કરી તેના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે ઇનરવ્હીલ કલબ ઓફ અંકલેશ્વર તેમજ ઓલ ઇન્ડીયા વુમન્સ કોન્ફરન્સ તરફથી સુકા કચરાના એકત્રિકરણ માટેનો પ્રોજેકટ શરૂ કરાયો છે. આ પ્રોજેકટને અંકલેશ્વરવાસીઓનો સારો સહકાર મળી રહયો છે.

આપણા ઘરમાંથી લીલો અને સુકો એમ બે પ્રકારના કચરા નીકળતાં હોય છે. સુકા કચરામાં પ્લાસ્ટિક તથા અન્ય વસ્તુઓનો સમાવેશ થવા જાય છે. પ્લાસ્ટિક સહિતના સુકા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં ન આવે તો પર્યાવરણને નુકશાન થઇ શકે છે. અંકલેશ્વરની ઇનરવ્હીલ કલબ તથા ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સ તરફથી એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. સંસ્થા તરફથી ગૃહિણીઓને સુકો કચરો એકત્ર કરવા માટે કહેવામાં આવ્યું છે અને આ સુકા કચરાના બદલામાં સંસ્થા રૂપિયા આપે છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 3માં આવેલી ભદ્રલોક સોસાયટીની જાગૃત ગૃહિણીઓએ માત્ર 15 દિવસમાં જ 35 કીલો સુકો કચરો એકત્ર કરી સંસ્થાને આપ્યો છે. આ કામગીરી વોર્ડ નંબર -3ના કોર્પોરેટર મનીષા પટેલના પ્રયાસોથી કરવામાં આવી હતી. સંસ્થા તરફથી બબલુભાઇએ સુકો કચરો એકત્ર કર્યો હતો. ભદ્રલોક સોસાયટીની જેમ અંકલેશ્વરની અન્ય સોસાયટીઓ અને વિસ્તારની ગૃહિણીઓ પણ સુકા કચરાનો ગમે ત્યાં નિકાલ કરી દેવાના બદલે સંસ્થાને આપે તેવી અપીલ કરવામાં આવી છે.

Next Story