અંકલેશ્વર: વકીલ મંડળના પ્રમુખ તરીકે પ્રકાશ બેશનવાલાનો વિજય

જયેન્દ્રકુમાર બેશનવાલા અને સમીર અબ્દુલ વકાની વચ્ચે જંગ ખેલાયો હતો આ ચૂંટણીમાં ટોટલ 199 મત પૈકી 173નું મતદાન થયું જેમાંથી પ્રકાશ બેસનવાલાને 110 મત મળ્યા હતા

New Update

અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી આજરોજ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં અન્ય હોદ્દેદારોની બિન હરીફ વરણી કરવામાં આવી હતી જયારે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રકાશ જયેન્દ્રકુમાર બેશનવાલા અને સમીર અબ્દુલ વકાની વચ્ચે જંગ ખેલાયો હતો આ ચૂંટણીમાં ટોટલ 199 મત પૈકી 173નું મતદાન થયું જેમાંથી પ્રકાશ બેસનવાલાને 110 મત મળ્યા હતા જયારે સમીર અબ્દુલ વકાનીને 63 મત મળ્યા હતા.આ ચૂંટણીમાં 47 મતોથી પ્રકાશ બેસનવાલા વિજેતા થયા હતા.તેઓએ પોતાની જીત બદલ તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment