/connect-gujarat/media/post_banners/d657094aa1707b15be62ec66e6ae4eaa5294475c76de3ed0da96c985cca52d0a.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ વોર્ડ નંબર 1માં રૂપિયા 5 લાખથી વધુના ખર્ચે નવનિર્માણ પામનાર રોડ અને પેવર બ્લોકના કામનું અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 1માં આવેલ રોડ અને પેવર બ્લોકના કામનું અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની વૃંદાવન ટાઉનશીપના ગેટ નં. 2થી બહારની સાઈડ પર રૂપિયા 81 હજારના ખર્ચે પેવર બ્લોકનું કામ, મેઈન રોડથી ટાઉનશીપના ગેટ સુધી રૂપિયા 1.38 લાખથી વધુના ખર્ચે બનનાર RCC રોડનું કામ તેમજ રૂપિયા 2.70 લાખથી વધુના ખર્ચે શક્તિનગરમાં રોડની સાઇડના પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ. 5 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર 3 અલગ અલગ વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ, પાલિકાના સભ્યો તેમજ શહેર ભાજપા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત કરાતા સ્થાનિકોએ અંકલેશ્વર નગરપાલિકાનો આભાર માન્યો હતો.