/connect-gujarat/media/post_banners/9c0f61b540273fcf381a4c2335d180ecffe08cf2077eac5eac4171785d31eb9a.jpg)
ભારત દેશમાં કોરોના વેકસીનના 100 કરોડ ડોઝ આપી દેવાયા બાદ ભાજપ તેની ઉજવણી કરી રહયો છે. ભરૂચ જિલ્લા યુવા મોરચાએ જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.....
કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા ભારત સરકારે અનેકવિધ પગલાંઓ ભર્યા છે અને તેમાં સૌથી મહત્વનું પગલું છે વેકસીનેશનનું.. તારીખ 21મી ઓકટોબરના રોજ દેશમાં વેકસીનના 100 કરોડ ડોઝ આપી દેવામાં આવતાં ભાજપમાં દિવાળી પહેલાં જ દિવાળીમય માહોલ જોવા મળી રહયો છે. ભરૂચ જિલ્લામાં પણ રસી અભિયાનને લોકોનો ભારે પ્રતિસાદ સાંપડયો છે. જિલ્લામાં પણ અત્યાર સુધીમાં 11 લાખ ડોઝ આપી દેવાયાં છે. ભરૂચ જિલ્લા યુવા મોરચાના ઉપક્રમે ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સહયોગથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. જય અંબે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા માનવસાંકળ રચી સો કરોડ ની આકૃતિ બનાવવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્ય દડક દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સેનેટના સભ્ય નિશાંત મોદી, જિલ્લા પ્રમુખ યુવા મોરચાના રૂષભ પટેલ, જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.