ભરૂચ : ઝઘડીયાના ફૂલવાડી ગામે આરતી ઇન્ડસ્ટ્રીઝના CSR હેઠળ ખેડૂત સશક્તિકરણ શિબિર યોજાય...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝ CSR હેઠળ ખેડૂત સશક્તિકરણ પ્રોજેક્ટ કાર્યક્રમ યોજાયો હતો.

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝ CSR એક્ટિવિટી હેઠળ ચાલતા ખેડૂત સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 ગામના 185 જેટલા ખેડૂતોને લેબર સાવિંગ ટેકનોલોજીમાં ગણાતા નિંદામણના આધુનિક સાધનો ખૂબજ ઓછી કિંમતે આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઝઘડીયા તાલુકાના ફૂલવાડી, કપલસાડી, તલોદરા વખતપુરા અને શેલોદ ગામના ખેડૂતો જોડાયા હતા. આરતી ઇન્ડસ્ટ્રીઝ CSR અંતર્ગત છેલ્લા એક વર્ષથી આ ખેડૂત સશક્તિકરણ પ્રોજેક્ટ કુલ 12 ગામમાં ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 450થી પણ વધારે ખેડૂતોએ લાભ લીધો છે. આ કાર્યક્રમમાં હાજર ખેડૂતોને CSR ઓફિસર લાલ રાંભિયા અને નદીમ સાહિબ તેમજ ફાર્મબ્રીજ ફાઉન્ડેશનના રાજેશ દવે અને મહર્ષિ દવે દ્વારા સારું બિયારણ, નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરની વપરાશ ઓછી કરતી ટેકનોલજીથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

Latest Stories