Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સજોદ સાર્વજનિક શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા નવતર પ્રયોગ

સજોદ વિભાગ સાવઁજનિક કેળવણી મંડળ સંચાલિત સજોદ સાવઁજનિક હાઈસ્કૂલમાં જી-શાલા એપ દિવસની ઊજવણી કરવામાં આવી.

ભરૂચ : સજોદ સાર્વજનિક શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા નવતર પ્રયોગ
X

સજોદ વિભાગ સાવઁજનિક કેળવણી મંડળ સંચાલિત સજોદ સાવઁજનિક હાઈસ્કૂલમાં જી-શાલા એપ દિવસની ઊજવણી કરવામાં આવી. તમામ વિદ્યાથીઁઓ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની શિક્ષણ એપથી પરિચિત બને અને એપનો મહાવરો જાતે જ કરે એ હેતુસર જી-શાલા એપ દિવસની ઊજવણી શાળામાં કરવામાં આવી.

આ દિવસે શાળાના ૪૨૩ વિદ્યાથીઁઓને મોબાઇલ લઈને શાળામાં આવવા જણાવ્યું હતું. ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાથીઁઓએ કુલ આઠ તાસ દરમિયાન જી-શાલા એપથી શિક્ષણ ગ્રહણ કયુઁ. સમગ્ર દિવસ દરમિયાન જી-શાલાના કુલ ૨૦૦૦ થી વધુ રજીસ્ટ્રેશનનો વિદ્યાથીઁઓએ લાભ લીધો. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિદ્યાથીઁઓ આ એપથી અવગત બને અને કોરોનાકાળમાં ઘરે બેઠા શિક્ષણ પામી શકે એ હતો. જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરુચના ઈ.આઈ. ડૉ. સંગીતાબેન મિસ્ત્રીએ આ એપ દિવસ ઉજવવા માટે માગઁદશઁન પાઠવી અભિનંદન આપ્યા છે.

Next Story