Connect Gujarat
ભરૂચ

ભરૂચ:દહેજની SRF કંપની દ્વારા એમ્બ્યુલન્સનું કરાયુ દાન, જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે લોકાર્પણ

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે અદ્યતન સુવિધા સજજ એમ્બ્યુલન્સનું લોકાર્પણ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે અદ્યતન સુવિધા સજજ એમ્બ્યુલન્સનું લોકાર્પણ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ભરૂચના દહેજની એસ.આર.એફ. કંપની દ્વારા સી.એસ.આર.હેઠળ તેઓના મોબાઇલ સ્વાસ્થ્ય સેવા અંતર્ગત એક અદ્યતન સુવિધા સજજ મોબાઈલ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને અર્પણ કરવામા આવી છે.જેનું લોકાર્પણ જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીના હસ્તે જિલ્લા પંચાયત સંકુલ ખાતેથી કરવામાં આવ્યું હતું.જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીએ આભાર વ્યક્ત કરવા સાથે આ એમ્બ્યુલન્સ વાગરા તાલુકામાં ફરી સ્વાસ્થ્યલક્ષી સેવા પૂરી પાડશે જેનો લોકો લાભ લે તેવી અપીલ પણ તેમણે કરી હતી.એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ડિસ્ટ્રિક્ટ હેલ્થ કમિટી ચેરમેન આરતી પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા,એસ.આર.એફ. ફાઉન્ડેશનના સિનિયર પોગ્રામ ઓફિસર નિશા જુનેજા સહિત અન્ય અધિકારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story