Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કચરાના નિકાલની સમસ્યા વચ્ચે નગરપાલિકા દ્વારા થામ ગામે પ્રાઇમરી ડમ્પિંગ સાઈટ ઉભી કરાય

ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઈટના વિવાદના કારણે શહેરમાં ગંદકીના ઢગ ખડકાયા હતા ત્યારે થામ ગામ નજીક પ્રાયમરી ડમ્પિંગ સાઈટ ઉભી કરવામાં આવી છે.

X

ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઈટના વિવાદના કારણે શહેરમાં ગંદકીના ઢગ ખડકાયા હતા ત્યારે થામ ગામ નજીક પ્રાયમરી ડમ્પિંગ સાઈટ ઉભી કરવામાં આવી છે.

ભરૂચ નગરપાલિકા દ્વારા કચરાના નિકાલ અંગે યોગ્ય વ્યવસ્થા ના થતા અવ્યવસ્થા સર્જાઈ હતી જેના પગલે ભરૂચ નગરમાં કચરાના ઢગલા ખડકાયા હતા તેમજ કચરાપેટીઓ અને ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાના તમામ વાહનો પણ કચરા થી ભરેલા ઉભા હતા જેના પગલે ભરૂચમાં ગંદકીનું વાતાવરણ છવાઈ જતા રોગચાળો ફાટી નિકળે તેવી સંભાવના હતી ત્યારે ભરૂચ નગર પાલિકા દ્વારા હાલ પૂરતું થામ ગામ નજીક પ્રાઇમરી ડમ્પિંગની વ્યવસ્થા કરી કચરો નાખવામાં આવી રહ્યો છે પરંતુ કોંગ્રેસના સભ્યોએ માંગ કરી હતી કે સાયખા ડમ્પિંગ સાઇટ ફરી નિયમિત પણે ચાલુ થાય અને શરતોનાપાલન સાથે વહેલી તકે કામગીરી કરવામાં આવે

Next Story