ભરૂચ : આમોદની ઓરીયન્ટબેલ સિરામિક્સ લી. દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાયું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ...

ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના દોરા ગામે સરભાણ-પાલેજ રોડને અડીને ઓરીયન્ટબેલ સિરામિક્સ લીમિટેડ નામની ફેકટરી આવેલી છે.

New Update

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામે આવેલ ઓરીયન્ટબેલ સિરામિક્સ લીમિટેડ સામે કથિત ગેરકાયદેસર કરેલ બાંધકામના આક્ષેપ સાથે યોગ્ય કાર્યવાહી ન થતાં અને ખેતરોમાં પાણી ભરાતા સ્થાનિકો રોષે ભરાયા છે.

ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના દોરા ગામે સરભાણ-પાલેજ રોડને અડીને ઓરીયન્ટબેલ સિરામિક્સ લીમિટેડ નામની ફેકટરી આવેલી છે. જે ફેક્ટરી દિવાલના ફલોરીંગ તથા ટાઈલ્સનું ઉત્પાદન કરે છે. જોકે, ઓરીયન્ટબેલ સિરામિક્સ લી. કંપની સત્તાધીશો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાયું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે, જ્યારે કંપનીમાં આવવા જવા માટે ઉપરોકત રોડથી 12 હજાર મીટરનો રસ્તો સરકારી ઢોર ચરણ તેમજ નહેર ઉપર હાલ 2 માસ પૂર્વે પાકો ડામરનો રસ્તો બનાવાયો છે, ત્યારે આ સરકારી જમીનમાં ગામના પશુધનને ઘાસચારાનો ખોરાક મળી રહે તે માટે તેમજ અહી ખુલ્લી નહેર આવેલી છે. જોકે, પશુધનને આરોગવા માટેનો ખોરાક છીનવાઈ ગયો છે. તો બીજી તરફ સરકારની માલિકીની ગામતરની ઢોર ચરણમો માર્ગ સત્વરે ખુલ્લો કરવામાં આવે તે માટે અગાઉ જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી હતી, ત્યારે હાલ ચોમાસાની સીઝનના પ્રારંભમાં જ કંપનીની આસપાસના ખેતરોમાં પાણી ભરાઇ જતાં ખેડૂતો તેમજ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.
Latest Stories