Connect Gujarat
ભરૂચ

ભરૂચ:અંકલેશ્વરના સબ રજિસ્ટ્રાર રૂ.8 હજારની લાંચ લેતા ઝડપાયા,લાંચિયા અધિકારીઓમાં ફફડાટ

અંકલેશ્વર તાલુકાના સબ રજિસ્ટ્રાર પ્રતાપ જેસિંગભાઇ રથવીને ACB એ બુધવારે રૂ. 8000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા

X

અંકલેશ્વર તાલુકાના સબ રજિસ્ટ્રાર પ્રતાપ જેસિંગભાઇ રથવીને ACB એ બુધવારે રૂ. 8000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે

અંકલેશ્વર તાલુકાના સબ રજિસ્ટ્રાર પ્રતાપ જેસિંગભાઇ રથવીને ACB એ બુધવારે રૂ. 8000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અંકલેશ્વર તાલુકાના એક રહીશ દસ્તાવેજના કામે સબ રજિસ્ટ્રાર કચેરીએ ગયા હતા. જ્યાં દસ્તાવેજમાં સહી કરી આપવાના અવેજ રૂપે સબ રજિસ્ટ્રાર પ્રતાપ જેસિંગ રથવીએ લાંચની માંગણી કરી હતીફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય આ અંગે એન્ટી કરપશન બ્યુરોમાં ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદના આધારે બુધવારે અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીએ ACB એ છટકું ગોઠવું હતું. જેમાં ₹8 હજારની લાંચ લેતા પ્રતાપ રથવી રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ટ્રેપનું આયોજન પી.આઈ. બી.ડી. રાઠવા દ્વારા કરાયું હતું. સબ રજિસ્ટ્રાર દિવાળી ટાણે લાંચ લેતા પકડાતા જિલ્લાની સરકારી કચેરીઓ અને બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.ACB દ્વારા લાંચિયા સબ રજિસ્ટ્રારની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story
Share it