Connect Gujarat
ભરૂચ

ભરૂચ: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલા મંડળોને સહાય

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સાત મહિલા સહાય જૂથની 70 લાભાર્થી બહેનોને રૂપિયા 7 લાખની વગર વ્યાજની લોન આપી

ભરૂચ: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલા મંડળોને સહાય
X

ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ મહિલાઓના સશક્તિકરણ અને મહિલાઓ સ્વરોજગારી મેળવી પગભર રહી શકે તેવા ઉદ્દેશ સાથે સરકાર દ્વારા રાજ્યભરમાં મુખ્યમંત્રી ઉત્કૃસ્ત યોજના હેઠળ વગર વ્યાજની લોન ધિરાણ કરી મહિલા મંડળોના જૂથમાં સમાવિષ્ટ થયેલી મહિલાઓ પોતાનો ગૃહઉધોગ કરી સ્વરોજગારી મળે અને પગભર થાય તેના ભાગરૂપે બેંકોમાંથી 1 લાખ સુધીની વગર વ્યાજની લોન આપી મહિલાઓને પગભર કરવાના હેતુસર ભરૂચ નગરપાલિકા અને હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી કસક ભરૂચના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સાત મહિલા સહાય જૂથની 70 લાભાર્થી બહેનોને રૂપિયા 7 લાખની વગર વ્યાજની લોન આપી સલ્મ વિસ્તારની શ્રમજીવીની બહેનોને સ્વરોજગાર લક્ષી પ્રવૃત્તિ કરવા સહાય આપવામાં આવી હતી.

આ પ્રસંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની મંડળના ચેરમેન અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા સોસાયટીના મેનેજર અને સંસ્થાના મહિલા એજ્યુકેશન ઓફિસર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહિલાઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત જૂથના 22 મહિલા શ્રમજીવી બહેનોને 5.50 લાખનું ધિરાણ ગૃહ ઉદ્યોગ લક્ષી પ્રવૃત્તિ કરવા માટે સંસ્થાના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યુ હતું.

Next Story