Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રાજભાષા હિન્દીના પ્રચારર્થે બેન્ક ઓફ બરોડા દ્વારા કરાય હિન્દી દિવસની ઉજવણી

ભરૂચ જિલ્લાની બેંક ઓફ બરોડા રિજિયોનલ ઓફિસ, ભરૂચ ખાતે હિન્દી દિવસ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ : રાજભાષા હિન્દીના પ્રચારર્થે બેન્ક ઓફ બરોડા દ્વારા કરાય હિન્દી દિવસની ઉજવણી
X

ભરૂચ જિલ્લાની બેંક ઓફ બરોડા રિજિયોનલ ઓફિસ, ભરૂચ ખાતે હિન્દી દિવસ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

બેંક ઓફ બરોડા દ્વારા તા. 1 સપ્ટેમ્બરથી તા. 30 સપ્ટેમ્બર સુધી "હિન્દી માસ" તરીકે વિવિધ ઉજવણીન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજભાષા હિન્દીના પ્રચાર-પ્રસાર અને ઉપયોજન માટે બેંક ઓફ બરોડા દ્વારા સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન બેંકના કર્મચારીઓ જે જુદી જુદી પ્રતિયોગિતામાં ભાગ લેનાર વિજેતાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય તરીકે પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં બેંક ઓફ બરોડાની કચેરીઓ દ્વારા પણ ઈનામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભરૂચની ક્ષેત્રીય કચેરીએ આ પ્રતિયોગીતામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સર્વે અધિકારીઓએ હિન્દી ભાષાને કારણે વિદેશમાં પણ પોતાને થયેલા હકારાત્મક અનુભવોને વાગોળ્યા હતા.

ભરૂચ શહેરમાં આવેલ બેંક ઓફ બરોડાની રિજિયોનલ ઓફિસ ખાતે યોજાયેલ હિન્દી દિવસના કાર્યક્રમમાં શિક્ષણ નિરીક્ષક ડૉ. સંગીતા મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી 'હિન્દી રાજભાષા અને શિક્ષણ' વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. તો સાથે જ હિન્દીના પ્રસાર-પ્રચાર કરવા માટેની પણ હાજર લોકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે બેંક ઓફ બરોડા રિજિયોનલ ઓફિસના રીજીયોનલ મેનેજર સચિન વર્મા, ડેપ્યુટી જનરલ મેનેજર ડી.કે.ચૌધરી, મુખ્ય અગ્રણી જિલ્લા પ્રમુખ જે.એસ.પરમાર, વરિષ્ઠ પ્રબંધક રાજભાષા બેંક ઓફ બરોડા ક્ષેત્રીય ઓફિસના કાર્તિકકુમાર તથા ક્ષેત્રીય રિજિયોનલ ઓફિસ બેંક ઓફ બરોડાના વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Next Story