Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયીની ઘટનાના મૃતકોને કેંડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાય

બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ નજીક ગત તા. 21 માર્ચના રોજ મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત નીપજ્યું હતું

X

ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ નજીક ગત તા. 21 માર્ચના રોજ મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત નીપજ્યું હતું, ત્યારે સ્થાનિક રહીશો દ્વારા કેંડલ માર્ચ યોજી સદગત મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ગત તા. 21 માર્ચની વહેલી સવારે ભરૂચના બંબાખાના વિસ્તારના કુંભારિયા ઢોળાવ નજીક આવેલ હરિજન વાસના મકાનની છત અચાનક ધરાશાયી થવાની ઘટના સર્જાય હતી. નગરપાલિકામાં ફરજ બજાવતા વર્ષાબેન કિશોરભાઈ સોલંકી રાબેતા મુજબ કામકાજ અર્થે પાલિકા પહોચ્યા હતા, ત્યારે ઘરમાં સૂતેલા નિશા સોલંકી, પ્રિન્સ સોલંકી, અંજના સોલંકી અને મોટી બહેન ગાયત્રી સોલંકી છત ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાયા હતા

જ્યાં નિશા સોલંકી, પ્રિન્સ સોલંકી અને અંજના સોલંકીનું કાટમાળ નીચે દબાય જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એક સાથે જ 3 બાળકોની અંતિમ યાત્રા નીકળતા સ્થાનિકોમાં શોકની લાગણી પ્રસરી હતી, ત્યારે આ ઘટનામાં ત્રણેય સદગતોની આત્માને શાંતિ મળે તે માટે ગતરોજ ગાયત્રી યુવક મંડળ તેમજ સ્થાનિક રહીશો દ્વારા વિવિધ વિસ્તારોમાં કેંડલ માર્ચ યોજાય હતી. જે બાદ સદગતોની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રાર્થના સભા યોજાય હતી.

Next Story