Connect Gujarat
ભરૂચ

ભરૂચ: CM ભુપેન્દ્ર પટેલે સંપર્ક અને સંવાદ કાર્યક્રમ અંતર્ગત પદાધિકારીઓ સાથે કરી બેઠક

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ 20 એપ્રિલે સવારે ભરૂચ આવી પોહચયા હતા

X

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ 20 એપ્રિલે સવારે ભરૂચ આવી પોહચયા હતા અને કાર્યકરો તથા જનપ્રતિનધિઓને સાથે સંપર્ક અને સંવાદ કાર્યકમ યોજયો હતો. ભરૂચ જિલ્લાના ભાજપ સંગઠન, આગેવાનો, પદાધિકારીઓ, જન પ્રીતિનિધિઓ, સંઘ પરિવાર, કાર્યકર્તાઓ અને સંકલન સમિતિની બેઠક અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે ભરૂચના પ્રવાસે આવયા હતા.

જી.એન. એફ.સી ખાતે આગમન થયા બાદ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યકર્તા સંમેલન માં મુખ્યમંત્રી આવી પોહચતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન, સંકલન સમિતિ, આગેવાનો, કાર્યકરો અને સંઘ પરિવાર સાથે સંવાદ તેમજ સંપર્ક કાર્યકમ માટે આગમન થયું છે સવારે 10.30 કલાકે જિલ્લા ભાજપ સંગઠન સાથે તેઓ એક થી દોઢ કલાક બેઠક યોજી હતી. જે બાદ મુખ્યમંત્રી જિલ્લાના જન પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિતના સાથે 45 મિનિટ સંવાદમાં જોડાયા હતા.સંઘ પરિવાર સાથે પણ મુખ્યમંત્રીનો સંવાદ યોજાયો.

Next Story